એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ વિશે

આપ જાણો છો કે, શ્રી મુંબઇ જીવદયા મંડળી ૧૦૮ વર્ષની જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. મંડળીનો મુખ્ય ઉદ્દેશ કતલખાને લઇ જતા જીવોને અભયદાન આપી તેનું પાલન પોષણ કરી નિભાવવાનો છે. આજે અમારૂ ટ્રસ્ટ જીવદયા ક્ષેત્રે અપ્રતિમ સીમા ચિન્હો સ્થાપવા પાંજરાપોળ તરફ દ્ષ્ટિ કરી રહ્યુ છે. જીવદયા ક્ષેત્રે આ ઉદ્દેશમાં કલગીરૂપ એક નવા સુકૃતનો પ્રારંભ કરવા જઇ રહ્યા છીએ. શ્રી મુંબઇ જીવદયાના મંડળીના સહકારથી અમોએ એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ ની સ્થાપના કરેલ છે. જેના માઘ્યમે ગુજરાતની જુદી જુદી સંસ્થા – પાંજરાપોળોમાં પશુ પક્ષીઓ માટે ઉચ્ચ કવોલીટીની દવાઓ ખુબજ રાહતદરે આપવી તેવો અમારો શુભ આશય છે. અબોલ પશુ – પક્ષીઓને પણ સારા ખોરાક- પાણીની સાથે સાથે સારી રીતે જીવન જીવી શકે તે માટે સારી દવાની અસર જરૂર પડે છે. અબોલ જીવોની સારવારમાં કયાંય કસર ના રહે તે માટે એકમાત્ર હેતુથી અમોએ એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ શરૂ કરેલ છે.

શ્રી મુંબઇ જીવદયાના મંડળીના સહકારથી અમોએ એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ ની સ્થાપના કરેલ છે. જેના માઘ્યમે ગુજરાતની જુદી જુદી સંસ્થા – પાંજરાપોળોમાં પશુ પક્ષીઓ માટે ઉચ્ચ કવોલીટીની દવાઓ ખુબજ રાહતદરે આપવી તેવો અમારો શુભ આશય છે. અબોલ પશુ – પક્ષીઓને પણ સારા ખોરાક- પાણીની સાથે સાથે સારી રીતે જીવન જીવી શકે તે માટે સારી દવાની અસર જરૂર પડે છે. અબોલ જીવોની સારવારમાં કયાંય કસર ના રહે તે માટે એકમાત્ર હેતુથી અમોએ એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ શરૂ કરેલ છે.