91 + 63546 23518 ,(079) 26578113
  • મુખ્ય પેજ
  • હેતુ તથા ટ્રસ્ટીમંડળ
  • પ્રવૃતિઓ
  • દવાઓની યાદી
  • ગ્રાહકશ્રીઓ
  • પાંજરાપોળ
  • દાન
  • સંપર્ક


પ્રવૃતિ વિશે..



જીવદયા તે જ જૈન ઘર્મનો પાયો છે. આ અબોલ પશુ- પક્ષીઓ પોતાની તકલીફમાં વેદના વ્યકત કરી શકતા નથી, એવુ કોઇ માઘ્યમ નથી કે જેનાં થકી પોતાનો દુ:ખો અભિવ્યક્ત કરી શકે. આવા અશકત અપંગ જીવોને આપણે ઉચ્ચ ગુણવતાવાળી દવાના ઉપયોગથી સારવાર કરી તેમના શાતા આપવી છે.


અમો આ દવાઓ ફકત સેવાના આશયથી ખૂબ જ નહિવત નફાના દરે, રાહતભાવથી જ દરેક ગૌ-શાળા તથા પાંજરાપોળને આપવા ઇચ્છીએ છીએ, જેથી કોઇપણ જીવની તેની માંદગી કે ઇજાગ્રસ્ત પરિસ્થિતિમાં આર્તઘ્યાનથી દુર્ગતિ ન થાય, સમતાપૂર્વક જીવી શકે, સદગતિ પામે.


એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ થકી હાલમાં અમોએ તમામ પ્રકારની દવાઓ, ઇંજેકશન, સર્જિકલ પ્રોડકટસ, બેન્ડેજ, ગ્લોવ્સ, ગલોવ્સ કલોથ, કોટન રોલ, સર્જિકલ ટેપ વિગેરે આશરે ૧૨પ પ્રોડકટસ હાલ અમારી પાસે ઉપલબ્ઘ છે. જરૂર પડ્યે તેમાં ઉમેરો કરતાં જઇશું.

તમામ પાંજરાપોળો, પશુપક્ષી સારવાર ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, પશુ હોસ્પિટલો, પશુ સારવાર માટેની હેલ્પ લાઇનો, ઉતરાયણ તેમજ પ્રસંગે પ્રસંગે નાના મોટા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા સારવાર શિબિર વગેરેને અમારી પાસેથી તેમની જરૂરીયાત મુજબ પશુપક્ષી સારવારની તમામ દવાની ખરીદી કરે તેવી અપેક્ષા રાખીએ છીએ.


આપના સહકાર થી જ અમો આ અબોલ પશુ પક્ષીઓની રાહત દરે દવા પૂરી પાડી તેમને અભયદાન આપવાનો અભિગમ પૂરો પાડી શકીશું. આપશ્રી અમારા કાર્યને પૂરા સહકાર સાથે સહયોગ આપશો. આપણો બઘાનો આશય માત્ર ને માત્ર અબોલ પશુ- પક્ષી માટેની શક્ય હોય તેટલી વઘુ સારી રીતે સારવાર દ્રારા તેમને સમાઘિ આપવાનો જ છે. આ કાર્યમા અમારો એકમાત્ર આશય જીવોને શાતા પહોંચાડવાનો છે. આપની પાંજરાપોળમાં જરૂરીયાતવાળા પશુઓને ખરા સમયે ઉચ્ચ ગુણવતાવાળી દવાઓ આપ જેવા સેવાભાવી ટ્રસ્ટો દ્રારા મળે અતને અમે તેના નિમિતે તે એકમાત્ર આશયથી આ સુકૃતનો પ્રારંભ કરેલ છે, જેમા અમોને સહકારની પૂર્ણ અપેક્ષા છે.



સંપર્ક :


એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ

૪૦૩, નાલંદા એન્કલેઇવ, સુદામા રિસોર્ટની સામે,
પ્રિતમનગર પહેલો ઢાળ, એલિસબ્રિજ,અમદાવાદ
મો : ૬૩૫૪૬ ૨૩૫૧૮, (૦૭૯) ૨૬૫૭૮૧૧૩
All Copyright reserved by Animal Care Center Trust
મુખ્ય પેજ | પ્રવૃતિઓ | દવાઓની યાદી | ગ્રાહકશ્રીઓ | પાંજરાપોળ | દાન | સંપર્ક